વડોદરા : 31 ડિસેમ્બરની ઉજવણી શરૂ થવા જઈ રહી છે,ત્યારે વડોદરા શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સજ્જ થઈ ગઈ છે. શહેરમાં શાંતિ જળવાઈ રહે અને નશાખોરો તેમજ અસામાજિક તત્વો પર લગામ કસી શકાય તે હેતુથી કારેલીબાગ પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.સંવેદનશીલ ગણાતા મચ્છી પીઠ વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ આ વિસ્તારની ગલીઓમાં ફૂટ પેટ્રોલિંગ કરી શંકાસ્પદ જણાતા લોકોની પૂછપરછ કરી હતી.