જામનગર શહેરમાં PGVCL દ્વારા લાંબા સમય બાદ આજે વહેલી સવારથી જ વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આજે તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ મળતી માહિતી અનુસાર શહેરના બેડેશ્વર ગાંધીનગર મોમાઈનગર પંચવટી દરબારગઢ લીમડા લાઈન સહિતના વિસ્તારોમાં પીજીવીસીએલની 35 જેટલી ટીમો દ્વારા ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે લોકલ પોલીસને પણ સાથે રાખવામાં આવી અને ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે