મહુવા તાલુકાના ઓંડચ ગામે ઝાડી જંગલ વિસ્તાર માં ગૌવંશ ની કતલ થતી હોવાની બાતમી સાથે ગૌરક્ષકો ની ટીમે સ્થાનિક પોલીસ ને સાથે રાખી તપાસ કરતા ગાયોની કતલ કરતા બે કસાઈને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ કસાઈઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.ગૌરક્ષકો ની સજાગતા ના કારણે કતલ માટે લવાયેલી અન્ય એક ગાય અને બે વાછરડા બચાવી લેવાયા હતા.જે બાબત લઈ સ્થાનિકો તેમજ ગૌરક્ષકો દ્વારા કસાઈઓ ને કડકમાં કડક સજા ની માંગ કરવામાં આવી હતી.જેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.