આજે ગાંધીધામના દરેક વિસ્તારમાં રોડ પર ગાયોનો ઢગલો જોવા મળી રહ્યો છે અને આનાથી અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ખાસ કરીને રાત્રિના સમયે આ ઘટના ઘણી વખત થતી હોય છે.આવી ઘટનાઓ ન બને તે માટે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ગાંધીધામ ના કર્તવ્ય ગ્રુપ દ્વારા ગૌમાતા ના ગળા માં રિફ્લેક્ટર બેલ્ટ બાંંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં જઇ ગાયો અને નંદીઓ ને બેલ્ટ બાંંધવામાં આવી રહ્યા છે.