ભુજ: ભુજ નગરપાલિકાની વર્ષના અંતે ₹18.58 કરોડની વેરા વસૂલાત
Bhuj, Kutch | Apr 1, 2026 ભુજ નગરપાલિકાની વર્ષના અંતે ₹18.58 કરોડની વેરા વસૂલાત માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખી ભુજ નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશના અંતે ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ₹18.58 કરોડની વેરા વસૂલાત થઈ છે. જાહેર રજાઓમાં પણ ટેક્સ શાખા ખુલ્લી રાખીને વસૂલાત સઘન બનાવવામાં આવી હતી. જોકે, ગત વર્ષની તુલનાએ આ વર્ષની આવકમાં થોડો ઘટાડો નોંધાયો છે.