તિલકવાડા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરાથી નીકળી તિલકવાડા ચાર રસ્તે પસાર કરીને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયા
31 ઓક્ટોબર ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હવાઈ મારફતે વડોદરા આવ્યા હતા પરંતુ વરસાદી માહોલને કારણે હેલિકોપ્ટર ઉડાન ન ભરી શકતા તેઓ વડોદરાથી એકતાનગર જવા બાય રોડ નિકળ્યા હતા અને તિલકવાડા ચાર રસ્તા પસાર કરી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા રવાના થયા હતા ત્યારે તિલકવાડા ખાતે પણ પોલીસ બંદોબસ્ત પર ગોઠવી દેવામાં આવ્યો હતો