વડોદરા : શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની છે.અજાણ્યા વાહને ટક્કર મારતા બાઈક પર સવાર દંપતી નીચે પટકાયુ હતું.જેમાં એક મહિલાને કાળ ભરખી ગયો હતો.બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ટ્રાફિક હળવો કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ દંપતિ વડોદરાથી અંકલેશ્વર જઈ રહ્યું હોવાની પ્રાથમિક માહિતી મળી હતી.