જોડિયા: બોડકા ગામની ૩ વર્ષની બાળકીના હૃદય રોગની બીમારીનું આયુષ્યમાન કાર્ડ હેઠળ વિનામૂલ્યે સફળ ઓપરેશન કરાયું
રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે ડોક્ટરોની ટીમે ખૂબ જ કુનેહથી તારીખ ૧૯-૦૫-૨૦૨૫ ના રોજ ઓપરેશન અને જરૂરી સારવાર કરીને ક્ષતિને દૂર કરી. બાળકીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેને દર ૬ મહિને નિયમિત તપાસ માટે કહેવામાં આવ્યું છે. આ બાળક હાલ નોર્મલ જીવન જીવી રહ્યું છે. આરોગ્ય તંત્ર દ્વારા દીકરીની સમગ્ર સારવાર અને હૃદયના કાણાનું ઓપરેશન તદ્દન વિનામૂલ્યે કરવામાં આવતા તેણીના માતા-પિતા અને સમગ્ર પરિવાર આરોગ્ય તંત્રના આ પ્રયાસોથી ગદગદિત થયા