ધ્રોલ: ધ્રોલમાં જુગાર રમતાં 6 ઝડપાયા
Dhrol, Jamnagar | Sep 23, 2025 ધ્રોલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમીના આધારે દરોડો પાડી ખાટકી વાસના નાકેથી રઝવી સોસાયટીની બજારમાં જવાના રસ્તા પર સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા છ શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.૧૦૯૫૦, 6 મોબાઇલ તેમજ ત્રણ બાઈક કબ્જે કરી રૂ. ૯૧૯૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.