ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં રહેતા રવિ બાબુભાઈ ભોઈએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ગોધરા શહેરના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી અનાયા સિલેકશન નામની દુકાનમાં નોકરી કરે છે, ગત તા 2 જુલાઈના રોજ તેઓ બપોરે ઘરે જમીને પરત દુકાને આવી રહ્યા હતા, તે વેળાએ પાંજરાપોળ વિસ્તારમાં કૃષ્ણ કનૈયા મિલ્ક નામની દુકાનના દુકાનદાર સુરેશભાઈ કામનાણી સાથે ઊભા કરીને મજાક મસ્તી કરી રહ્યા હતા,