ઝાલોદ: ઝાલોદ ખાતે સમૂહ નિકાહની સાથે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરાયું
Jhalod, Dahod | Dec 1, 2025 આજે તારીખ 01/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ઘાંચી સમાજની પહેલ 'નેકીનું કામ' કરી 44 યુગલોને શુભકામના આપી.દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં સામાજિક સમરસતા અને માનવસેવાનો દિવસ બની રહ્યો. સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ, ઝાલોદ દ્વારા સમૂહ નિકાહ (લગ્ન)ના ઐતિહાસિક આયોજનની સાથેસાથે એક સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું પણ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.