પ્રાંતિજ થી જૂનાગઢ જતી એસટી બસમાં તલોદથી બેસેલ એક મુસાફર તા. 14/12/2025 ના રોજ સવારે 11 વાગે નરોડા પાટિયા ખાતે રૂ. 75 હજારની રોકડ રકમ અને દવા ભરેલી થેલી ભૂલી ઉતરી ગયો હતો.તેને માલુમ પડતા રીક્ષા કરી આ મુસાફર બપોરે 12 વાગે બાવળા બસ સ્ટેન્ડ જતા ત્યા એસટી બસના કંડકટર એ મુસાફરને રૂ. 75 હજારની રોકડ અને દવાઓ ભરેલી થેલી પરત કરી હતી.