શ્રી પીપળવા પ્રાથમિક શાળા દ્વારા આયોજિત મેજર ધ્યાનચંદ રમતોત્સવ 0.1 આ રમતોત્સવ માટે જે મેદાન તૈયાર કરવામાં આવ્યું છે તે મેદાન આખું ગાયના છાણમાંથી લિપેલું છે આ મેદાન સંપૂર્ણ તૈયાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી બાબરીયા અલ્પેશસર દ્વારા આયોજન કરવામાં આવેલું છે.લગભગ સરકારી શાળા કક્ષાનો રમત ઉત્સવ ગુજરાતમાં પહેલી વખત આટલો ભવ્ય રીતે ઉજવવામાં આવેલ છે. આ મેદાન તૈયાર કરવા માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવેલ છે