મોરવા હડફ: હરેડા,મેત્રાલ મોરા મોરવા હડફ થઈને ગોધરા નવીન બસને ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યુ હતુ
મોરવા હડફ ખાતે ભગવાન બીરસા મુંડાની 150 મી જન્મ જયંતિ જન જાતીય ગૌરવ વર્ષની ઉજવણી અંતર્ગત તા.21 નવેમ્બર શૂર્કવારના રોજ મોરવા હડફ બસ સ્ટેન્ડ ખાતેથી હરેડા થી વાયા મેત્રાલ,મોરા,મોરવા હડફ થઈને ગોધરા નવીન બસને મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દ્વારા લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ જેમાં તાલુકાના વિવિધ ગામે આવવા-જવા માટે મુસાફરોને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા નવીન બસને પ્રસ્થાન કરાવવામા આવ્યુ હતુ