તારાપુર: કસ્બારા ગામે રૂ. ૫ કરોડ ૫૮ લાખના ખર્ચે રોડ,ગરનાળા,સંરક્ષણ દિવાલ બનશે. વિવિધ વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમૂર્હુત
કસ્બારા ગામે રૂ. ૫ કરોડ ૫૮ લાખના ખર્ચે રોડ,ગરનાળા તેમજ સંરક્ષણ દિવાલ બનશે. વિવિધ વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કસ્બારા-ચિતરવાડા-પચેગામ રોડ, કસ્બારા એપ્રોચ, વરસડા-કનેવાલ,પાદરા-જાફરાબાદ, જલ્લા એપ્રોચ રોડ, મોભા-માલુ રોડ, જીચકા ગામે મહાદેવ મંદિર પાસે સંરક્ષણ દિવાલનું કામ,નભોઈ ગામે લીંડીયા તળાવ પર સંરક્ષણ દિવાલનું કામનો સમાવેશ કરાયો છે.