જાંબુઘોડા: જાંબુઘોડા ભાજપા મંડળ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજયની ભવ્ય ઉજવણી જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતીમા કરાઈ હતી
જાંબુઘોડા ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા તા.14 નવેમ્બર શુક્રવારના રોજ જાંબુઘોડા ખાતે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ને મળેલ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી જિલ્લા ભાજપ પ્રમુખ મયકકુમાર દેસાઈની ઉપસ્થિતીમાં કરાઈ હતી આ વિજયના ઉત્સાહમા સૌ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ એકઠા થઈને ફટાકડા ફોડી અને જયઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.NDAના આ વિજયથી સમગ્ર જાંબુઘોડા મંડળના કાર્યકર્તાઓમાં નવો જોશ અને ઉમંગ જોવા મળ્યો હતો.