વિસનગર: વિસનગર કમાણા ચોકડી મારપીટ કેસ: 4 આરોપીઓ જેલભેગા, કોર્ટે બે દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા
વિસનગરની કમાણા ચોકડી પર ઈકો ચાલક દિનેશભાઈ સથવારાને ઢોર માર મારવાના ગુનામાં દર્શન પાર્લરવાળા અમિત પટેલ સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ નોંધાયાના 48 દિવસ બાદ પોલીસે તેમની અટકાયત કરી હતી. જોકે, કોર્ટે તમામ ચાર આરોપીઓના રિમાન્ડ નામંજૂર કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડી (જેલ)માં મોકલવાનો આદેશ આપ્યો હતો.