ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશ્નર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ તારીખ:૨૦/૧/૨૦૨૬થી ગાંધીધામ મહાનગરપાલિકા કચેરી સામે આવેલ મેદાનમાં શહેરી ઘર વિહોણા લોકો માટે તૈયાર કરવામાં આવેલ નાઈટ શેલ્ટરહોમ નો શુભારંભ કરવામાં આવેલ છે, આ શેલ્ટરહોમમાં મહિલા અને પુરૂષના અલગ અલગ વિભાગ સાથે વ્યવસ્થા કરવામાં આવેલ છે, આ ઉપરાંત રસોઈઘર, ટોઇલેટ, બાથરૂમ, સુવા માટે બેડ, લાઈટ,પંખા વગેરે અન્ય સુવિધા પુરી પાડવામાં આવેલ છે.