વિસનગર: આ રસ્તા પરથી જાઓ તો ધ્યાન રાખજો....અકસ્માત ને આમંત્રણ આપતી ઊંઝા હાઇવે રોડ પર ખાડામાં ઉભેલી લાકડી
વિસનગરથી ઊંઝા હાઇવે માર્ગ પર આવેલા કાંસા એન.એ. વિસ્તારમાં વિક્રમ સિનેમા સામે છેલ્લા ૧૫ દિવસથી રોડની બરાબર વચ્ચે એક મોટો ખાડો પડ્યો છે. આ ખાડાને કારણે વાહનચાલકોને ચેતવણી આપવાના હેતુથી ખાડાની વચ્ચે એક લાકડી ઉભી કરી દેવામાં આવી છે. જોકે, આ લાકડી પોતે જ હવે માર્ગ પરથી પસાર થતા વાહનો માટે, ખાસ કરીને રાત્રિના સમયે, અકસ્માતનું મોટું જોખમ બની રહી છે.