વલ્લભ રેસીડેન્સીમાં રહેતો પરિવાર રાજસ્થાન વતનમાં પ્રસંગ અર્થે મકાન બંધ કરી ગયો હતો. આ દરમિયાન અજાણ્યા ચોરોએ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના નકુચા તથા કબાટના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૮૫ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવાર પરત ફરતા ચોરીની ઘટના બહાર આવતા ભરતનગર પોલીસ મથકમાં અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.