મહેમદાવાદ: શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ફ્રુડકોર્ટમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા 33 સેમ્પલો લઇ 85 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો
.શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન ખાતે આવેલ ફ્રુડકોર્ટમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક દરોડો પાડી તપાસ હાથ ધરાઈ. જેમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ સાથે મામલતદારશ્રી,ચીફ ઓફિસર, આરોગ્યખાતા ટીમ તૅમજ મહિલા પી.એસ.આઈ સાથે પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ટીમ દ્વારા લગભગ 33 જેટલાં ખાદ્ય પદાર્થોના સેમ્પલ કલેકટ કરી 85 જેટલાં અખાદ્ય પદાર્થોના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.લીધેલ સેમ્પલોનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.