વેજલપુર: અમદાવાદમાં SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટને લઇ કલેકટરને રજૂઆત
રાજ્યભારના શિક્ષકોને SIRની કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરીમાં હાજર ન થતાં કેટલાંક શિક્ષકો સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇ અમદાવાદમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના પ્રતિનિધિઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ અંગે શનિવારે 12 કલાકની આસપાસ રજૂઆત કરી હતી.