ગોધરા: કોઠી ત્રણ રસ્તા પાસે જૂના વાહનોના સ્ક્રેપની દુકાનમાં ખરીદ-વેચાણનું રજીસ્ટર ન નિભાવતા દુકાનદાર સામે SOG પોલીસની કાર્યવાહી
ગોધરા શહેરના કોઠી ત્રણ રસ્તા નજીક આવેલી નસીબ ઓટો સ્ક્રેપ દુકાનમાં SOG પોલીસે તપાસ કરી હતી. 18 નવેમ્બરના રોજ પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે દુકાનમાં જૂના વાહનોના સ્પેર પાર્ટ્સની ખરીદ-વેચાણ થાય છે, પરંતુ તેનો કોઈ રજીસ્ટર રાખવામાં આવતું નથી. તપાસ દરમિયાન દુકાનદાર પાસે કોઈ રેકોર્ડ ન મળતા જિલ્લામેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવું જણાયું. જેના આધારે દુકાનદાર અહેમદઅલી નિશાર અહેમદ ગાજી સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે જાહેરનામા ભંગનો ગ