ઉધના: સુરતના પાંડેસરામાં નાગસેન નગર ખાતે 'બંધારણ દિવસ'ની ભવ્ય ઉજવણી: મૂળભૂત અધિકારો વિશે કરાઈ જાગૃતિ
Udhna, Surat | Nov 26, 2025 સુરત: સમગ્ર દેશની સાથે સુરત શહેરમાં પણ ભારતીય સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસની ઉજવણી થાય છે, કારણ કે આ જ દિવસે, 1949માં ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું.પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ ખાતે બંધારણ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે, નાગસેન નગરમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.