ગોધરા: સરદારનગર ખંડ ખાતેથી વિશાળ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિ નિમિત્તે દેશવ્યાપી ‘સરદાર@150 યુનિટી માર્ચ’ અંતર્ગત ગોધરા વિધાનસભા વિસ્તારમાં આજ રોજ યુનિટી માર્ચ યોજાઈ. સરદારનગર ખંડ ખાતેથી શરૂ થયેલી આ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને 562 ફિટનો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણ રહ્યું. એકતા, અખંડતા અને રાષ્ટ્રીય ગૌરવના સંદેશ સાથે થયેલી માર્ચમાં સ્થાનિક નાગરિકો, સમાજ આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ અને યુવાનોનો મોટો ઉત્સાહ જોવા મળ્યો. અંતિમ સમાપન લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ ખાતે થયું.