જૂનાગઢ: ચોરવાડી પાટિયા પાસે કાર ચાલકે એક્ટીવાને ટક્કર મારી પછાડી દીધું કાર ચાલક અકસ્માત બાદ ફરાર
જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામે રહેતા મનજીભાઈ દેવજીભાઈ બલદાણીયાએ બીલખા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું ચોરવાડી પાટિયા પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આરોપીએ પોતાની અલ્ટો કાર પુર ઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી મારી એકટીવાને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે એકટીવા પલટી ખાતાં શરીરે ઇજાઓ પહોંચી હતી.