આજરોજ તા. 13/12/2025, શનિવારે સવારે 11 વાગે ધોળકા તાલુકા શિક્ષક સંઘ દ્વારા ધોળકા તાલુકાના ચલોડા ખાતે આવેલી શ્રી સી. બી. પટેલ માધ્યમિક શાળામાં શિક્ષક કલ્યાણનિધિ રમતોત્સવ યોજાયો હતો. જેમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ઉપસ્થિત રહી વિજેતા શિક્ષકોને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.