ખાસ કરીને સોમા તળાવ ચાર રસ્તા પર લગાવવામાં આવેલા ડીલીનેટર લોકોને ગુંચવણમાં મૂકે છે. અહીં કોઈપણ વાહન ચાલકને ખબર નથી કે કયા માર્ગેથી પસાર થવું.વડોદરથી ડભોઇ, બોડેલી અને છોટાઉદેપુર તરફ જતા ખાનગી પેસેન્જર વાહનો સોમા તળાવ ચાર રસ્તા પર અડિંગો જમાવીને ઉભા રહે છે.જ્યાં ડીલીનેટર લગાવવામાં આવ્યા છે, ત્યાં જ વાહનો પાર્ક કરીને રસ્તો સંપૂર્ણપણે અવરોધી દેવામાં આવે છે. જેના કારણે અન્ય વાહનો પસાર થઈ શકતા નથી.ત્યારે,જાગૃત નાગરિકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.