વડોદરા : ચેન સ્નેચિંગના ગુનાની કડી યુપી પહોંચી હતી.આરોપીઓ કારમાં યુપીથી વડોદરા આવતા અને બાઈક ચોરી કરી ગુનાને અંજામ આપતા હતા.આરોપીને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઉત્તર પ્રદેશ ખાતે રવાના થઈ હતી.જ્યાં શામલી જિલ્લાના પતની પ્રતાપુર ટોલનાકા ખાતે કર્મચારી તરીકેનો વેશ પલ્ટો કરી કુખ્યાત આંતરરાષ્ટ્રીય બાવરીયા ગેંગના સાગરીત મેજરસિંગ સિંગને ઝડપી પાડ્યો હતો.જેની તપાસમાં શહેરના ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો છે.જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.