વડનગર: વડનગર સિવિલમાં પ્રસુતાના મોત બાદ હોબાળો
મંગળવારે પ્રસુતાનું મોત થતાં પરિવારે ડોક્ટર પર બેદરકારીનો આરોપ લગાવી હોબાળો મચાવ્યો હતો. વિસનગરના ટીનાબેન પ્રકાશજી ઠાકોરને પ્રસુતિ માટે વડનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પરિવારની મનાઈ છતાં ઓપરેશન કરી દેતા મહિલાની તબિયત લથડી હતી અને મોત થવા પામ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ કોઈ મોભી હાજર ન હોવા છતાં સહીઓ કરાવી લેવાય હતી અને ઓપરેશન કરી દેવાયું હતું જેને લઈને પરિવારે ભારે હોબાળો મચાવતા મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા પામ્યો છે