સુરત: શહેરમાં ખાદ્યચીજોમાં ભેળસેળનું નેટવર્ક સતત વકરી રહ્યું છે. તાજેતરમાં લસકાણા વિસ્તારમાં શુદ્ધ ઘીના નામે ઝેર પીરસતા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે.તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ સોયાબીન ઓઈલ અને વેજિટેબલ ઓઈલમાં ઘી જેવી સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના એસેન્સનો ઉપયોગ કરતા હતા. આ મિશ્રણ તૈયાર કરી તેને બજારમાં શુદ્ધ ઘી તરીકે વેચવામાં આવતું હતું.