જૂનાગઢ: રાજાશાહી અને નવાબી વખત ને યાદ અપાવતું શાહી ફુલેકુ નીકળ્યું જુનાગઢના રાજમાર્ગો પર, લોકો જોતા રહી ગયા
નવાબી સમય અને રાજાશાહી સમયે જ્યારે રાજા રજવાડાઓનું ફૂલેકું નીકળતું હતું ત્યારે લોકો જોતા રહી જતા હતા તેવી જ એક યાદગાર ક્ષણ જૂનાગઢમાં જોવા મળી હતી જાણીતા અચુભાઈ બગી વાળા નાપોત્ર તોકીર ખાનના લગ્ન નિમિત્તે જુનાગઢ શહેરના રાજમાર્ગો પર શાહી ફુલેકુ નીકળ્યું હતું જેમાં ચાંદીની બગી હાથી ઘોડા અને સિદ્દી બાદશાહ નું નૃત્ય સહિતના કર્તવ્યો કરવામાં આવ્યા હતા.આ ફૂલેકું જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.