સુઈગામ: કેનાલોમાં સાફસફાઈ વિના પાણી છોડાયું:KBCની ધ્રેચાણા ડ્રિસ્ટ્રીની માયનોર કેનાલોમાં પાણી છોડતા ખેડૂતોમાં આક્રોશ
થરાદ જિલ્લાના સરહદી સુઈગામ તાલુકામાં KBC કેનાલમાંથી નીકળતી ધ્રેચાણા ડ્રિસ્ટ્રીની બોરુ માયનોર 2 કેનાલોમાં સાફસફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. ખેડૂતોએ નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટર પર ગંભીર આક્ષેપો કર્યા છે.