ભરૂચ: જિલ્લામાં બાળકોને મનપસંદ સ્વેટર પહેરવાની છૂટ શિક્ષણ વિભાગે શાળાઓને આદેશ આપ્યો.,
ભરૂચ જિલ્લામાં શિયાળાની ઋતુની શરૂઆત સાથે જ વિદ્યાર્થીઓને ચોક્કસ રંગના અથવા શાળાની પસંદગીના સ્વેટર પહેરવા માટે દબાણ ન થાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ સતરક બન્યું છે. આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે તમામ શાળાઓને સત્તાવાર પત્ર જારી કર્યો છે."