કાલોલ: બોરુ રોડ પરથી સ્ટેટ મોનિટરીંગ પોલીસે આખું કન્ટેનર ઠાલવતો રૂપિયા દોઢ કરોડનો દારૂનો જથ્થો ઝડપી પાડયો
કાલોલ પોલીસ સ્ટેશનના એક કીલોમીટરના દાયરામાં જ શિયાળાની ફૂલગુલાબી ઠંડી અને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના ચમકારા વચ્ચે દારૂની હેરાફેરી વધી જતાં સ્ટેટ મોનિટરીંગ પોલીસે મહિનામાં ત્રીજી વખત અને માત્ર ૪૮ કલાકમાં બે અલગ અલગ રેઇડ પાડીને રૂ.૧.૬૬ કરોડનો દારૂ ઝડપી લેતાં પોલીસ બેડાની ઠંડીમાં ગરમાવો લાવે તેવો ખળભળાટ મચાવી દીધો છે.