હાલોલ: પાવાગઢ બાયપાસ નજીક વિરાસત વન પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયો અક્સ્માત,બાઇક ચાલક થયો ઇજાગ્રસ્ત
હાલોલ પાવાગઢ બાયપાસ નજીક વિરાસત વન પાસે બાઇક અને કાર વચ્ચે આજે મંગળવારે સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં વાવ છાપ ગામના બાઈક ચાલક હિતેષ શંકરભાઈ રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બાઇક ચાલક કારની અડફેટે આવતા હિતેષ રાઠવાને હાથ તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબો તેમની સારવાર કરવામાં આવી હતી