મૂળી તાલુકાના આંબરડી ગામની પ્રાથમિક શાળામાં રાહી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અભ્યાસ કરતા કુલ 232 જેટલા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ રાહી ફાઉન્ડેશન દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ તેમજ શાળાની લાઇબ્રેરી માટે ઉપયોગી ગણિત, વિજ્ઞાન તથા મહાનુભાવોના જીવનચરિત્ર આધારિત અંદાજે 325 જેટલા પુસ્તકો ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતા