આજરોજ તા. 23/02/2026, સોમવારે બપોરે 12.30 વાગે ધોળકા ખાતે તંત્ર દ્વારા ટાવર બજાર, કાથી બજાર, મોચી બજાર માંથી દબાણ દૂર કરાયા હતા. ત્યારે વેપારીઓએ દબાણ ખાતાની ટીમને પવિત્ર રમઝાન માસ અને હોળી - ધૂળેટીના પર્વ સંદર્ભે દબાણ ની કામગીરી સ્થગિત કરવા માંગણી કરી હતી. મ્યુનિસિપલ કાઉન્સિલર મનસુરખાન તાલુકદાર અને પૂર્વ કાઉન્સિલર ફિરોજખાન પઠાણે કા. બા. ચેરમેન અને સી. ઓ. ને રજુઆત કરી હતી.