માંગરોળ તાલુકાના છ જેટલા ગામોમાં રસ્તા માટે જમીન સંપાદન કરવા પ્રાંત અધિકારી કૌશિક જાદવની ઉપસ્થિતિમાં યોજાયેલ ગ્રામસભામાં ખેડૂતોએ વિરોધ કર્યો છે ખેડૂતોએ ગ્રામસભામાં પ્રથમ યોગ્ય વળતર અંગેની માંગ કરી હતી પરંતુ વળતર બાબતે કોઈ ખાતરી નહીં મળતા ગ્રામસભામાં ખેડૂતોએ અસહમતી દર્શાવી જમીન સંપાદન પ્રક્રિયા નો વિરોધ કર્યો છે