હાલોલ તાલુકાના તરખંડા ગામે આજે શૂર્કવારના રોજ પ્રેમ સંબંધને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામના ઉગમણાં ફળિયા વિસ્તારમાં રહેતા લક્ષ્મણભાઈ ચાવડા નામના આધેડ ઉપર તેમની પ્રેમિકા દ્વારા ઉકળતું તેલ રેડી દેવામાં આવ્યું હોવાની ઘટના બનતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. મહિલાએ લક્ષ્મણભાઈના શરીર ઉપર ઉકળતું તેલ રેડી દેતા લક્ષ્મણભાઈ ગંભીર રીતે દાઝી જતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.