ફુડ & ડ્રગ્સ વિભાગ-મહેસાણા દ્વારા મહેસાણા જીલ્લા વિસ્તારમાં આવેલ બહુચરાજી યાત્રાધામમાં આવતા યાત્રીકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહે તે હેતુથી ગતરોજ 5 વાગ્યા આસપાસ રેસ્ટોરંટ, નાસ્તાહાઉસ, પાણેપુરીલારી, હોકર્સ, પ્રસાદેસ્ટોર્સ,વિગેરેની ફુડ સેફ્ટી એક્ટ અંતર્ગત તપાસ કરવામાં આવેલ જેમાં કુલ ૧૭ પેઢીઓની તપાસ કરી કુલ-૧૨ નમુનાઓ લેવામાં આવેલ છે.