ગોધરા: ગોધરા તાલુકાના કંકુથાંભલા નજીક માર્ગ અકસ્માતમાં યુવાનને ઈજા, વાહનના ચાલક સામે તાલુકા પોલીસમથકે ફરીયાદ નોંધાઈ
ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે 27 માર્ચે માર્ગ અકસ્માતમાં યુવાન લાભુભાઈ ચારણને ઈજા પહોંચી. તેઓ ઢોર ચરાવવા ગયા હતા ત્યારે આર.સી.સી. રોડ પાસે ઉભા રહેતાં “છોટા હાથી” વાહનના ચાલકે પાછળથી ટક્કર મારી અને ફરાર થઈ ગયો. ઈજાગ્રસ્તને તાત્કાલિક ગોધરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી. તપાસમાં વાહન અલ્પેશભાઈ ઉર્ફે અપ્પી ચારણનું હોવાનું સામે આવ્યું. ચાલકે બેદરકારી અને ઝડપી ગતિએ વાહન હંકારી અકસ્માત સર્જ્યો હોવાનું જણાયું. આ મામલે ગોધરા તાલુકા પોલી