વાસી ઉતરાયણ ના દિવસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનો કહેર જોવા મળી રહ્યો છે. ગોધરામાં ચાઈનીઝ દોરીને કારણે એક બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની ઘટના સામે આવી છે 30 વર્ષીય રમેશભાઈ કાનાભાઈ બારીયા જ્યારે બાઈક લઈને ખાંડીયા ગામથી ગોધરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આકાશમાંથી જીવલેણ ચાઈનીઝ દોરો તેમના શરીરના ભાગે આડો આવ્યો હતો.ચાલુ બાઈકે દોરો આવી જતાં રમેશભાઈના નાકના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં યુવાન રસ્તા પર જ ફસડાઈ પડ્યો હત