વંથળી: PGVCL કર્મચારીએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, જુનાગઢ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
વંથલી PGVCL કચેરીના એક કર્મચારીએ ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે.આ ઘટના ઓફિસની બહારના વિસ્તારમાં બની હતી કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર પી.પી બાબરીયા નામના આ કર્મચારી પીજીવીસીએલ માં એલ.આર પોસ્ટ પર ફરજ બજાવે છે તેઓ જુનાગઢ થી વંથલી રોજ અપડાઉન કરે છે. તેમણે ઝેરી દવા પી લેતા પ્રાથમિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ તેમણે વધુ સારવાર માટે જુનાગઢ કે.જે હોસ્પિટલમાં રીફર કરાયા છે.