જામનગર શહેર: જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫ ની પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે તમામ પ્રાંત અધિકારીશ્રીઓ અને તમામ મામલતદારશ્રીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણીલક્ષી વિવિધ મહત્વપૂર્ણ બાબતો પર વિગતવાર ચર્ચા કરી પૂર્વ તૈયારીઓ અંગેની સમીક્ષા સાથે કલેકટરશ્રી દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.