ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં નાસ્તાની લારી પર પ્રવીણભાઈ ચારોલિયા નામના યુવક પર અર્જુન રાજુભાઈ વાઘેલા અને ઈશ્વર ઉર્ફે લાલો નામના શખસોએ અન્ય એક અજાણ્યા વ્યક્તિ સાથે મળીને ચાકુ અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ઈજાઓ પહોંચાડી તેના ખિસ્સામાંથી ₹800ની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, આ બનાવ અંગે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી.