હળવદ: હળવદના ચરાડવા ગામ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ટ્રેલર પલટી ખાઈને માથે પડતા બાઈક ચાલક યુવાનનું મોત...
Halvad, Morbi | Nov 16, 2025 હળવદ તાલુકાના કડીયાણા ગામે રહેતા અજયભાઈ બાબુભાઈ સિહોરા ઉંમર વર્ષ 26 મોરબી સિરામિકમાં કામ કરતા હોય રાબેતા મુજબ ગઈકાલે શુક્રવારે મોડી સાંજના 9 વાગ્યાની આસપાસ ઘરે આવી રહ્યા હતા ત્યારે ચરાડવા ગામના પાદરમાં આવેલ ઇન્ડિયન ઓઇલના પંપ પાસેથી પસાર થતી વેળાએ ગોળાઈમાં મોરબી તરફથી ટાઇલ્સ ભરી આવી રહેલ ટ્રેલર પલટી ખાઈ જતા બાઇક ચાલક અજયભાઈ નીચે દબાઈ ગયા હતા.