ઉના: ઉના તાલુકાના સિમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં. વહેલી તકે રીપેર કરવા સ્થાનિકોની માંગ#Jansamasya
ઉના તાલુકાના સિમાસી ગામનો પુલ અતિ જર્જરિત હાલતમાં..ઉના તાલુકાના સિમાસી ગામે 40 વર્ષ પૂર્વે 1984 ની સાલમાં આ પુલનું નિર્માણ કરાયેલ હતું.આ પુલ પરના બીમ અને ઉપરનું સ્ટ્રકચર અતિ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે.આ જર્જરિત પુલ પરથી વિદ્યાર્થી ભરેલા વાહનો અને એસટી બસો પણ થાય છે પસાર.ત્યારે આ જર્જરિત પુલને વહેલી તકે બનાવવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે...