ગોધરા: તાલુકાના સામલી ખાતે મુખ્ય માર્ગથી ઉગમણા મુવાડાને જોડતા રસ્તાનું ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે ખાતમુહૂર્ત.
ગોધરાના વિકાસ કાર્યોને વધુ વેગ આપતા એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન ગોધરા તાલુકાના સામલી ગામે કરવામાં આવ્યું હતું. ગોધરા તાલુકાના સામલી ખાતે સ્થાનિકોની લાંબા સમયની માંગણી પૂર્ણ થઈ છે. રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલા મુખ્ય રોડથી ઉગમણા મુવાડાને જોડતા રસ્તાનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત ગોધરાના લોકપ્રિય ધારાસભ્ય સી.કે. રાઉલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સી.કે. રાઉલજીએ ખાતમુહૂર્