અમદાવાદ શહેર: NSUI દ્વારા ગુજરાત યુનીવર્સીટી ખાતે વિરોધ પ્રર્દશન ,પોલીસે કાર્યકરોની અટકાયત કરી
આજે બુધવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ગુજરાત યુનીવર્સીટી ખાતે NSUI દ્વારા વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણી ન આવતુ હોવાના આક્ષેપ સાથે વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યુ હતુ.માટલા સાથે વીસીને રજૂઆત કરાઇ હતી.જોકે વિરોધ કરતા કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી